Field Story
ગરીબ કન્યાઓને ભોજન તેમજ ટ્રેકસૂટ વિતરણ
26 Jan 2026
સંતકૃપા - Ahemdabad
21 Photos
The Story
પ્રાર્થના કર્યા બાદ સામાન્ય સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું અને અત્યાર સુધી સંસ્થાના સભ્યોએ સંસ્થા માટે જે સેવા આપી અને કામગીરી કરી તે માટે સર્વનો આભાર માનવામાં આવ્યો.
સભામાં આવેલ દરેક સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો ત્યારબાદ સંસ્થામાં સેવા આપવા માટે આવેલ અરજીઓ મિટિંગમાં રજુ કરી અરજીઓ વાંચી સંભળાવવામાં આવી અને આવેલ અરજીઓ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે.
ઠરાવ નં. ૦૧ :- સંસ્થા દ્વારા તા.૨૬/૦૧/૨૦૨૬ (પ્રજાસત્તાક દિવસ) ના રોજ શ્રી જમનાદાસ ભગવાનદાસ કન્યાગૃહ “ સંતકૃપા ” ખાતે ગરીબ કન્યાઓને ભોજન તેમજ ટ્રેકસૂટ વિતરણ નો પ્રોગ્રામ કરવા અર્થે સંસ્થાના દરેક સભ્યોએ પોતાનો કીમતી સમય આપવા તેમજ આવા સામાજીક કાર્યક્રમને પ્રેરણારૂપી બનાવી આ પ્રોગ્રામમાં સહભાગી થઈએ.
Photo Gallery
21 photographs